GSSSB 5 હજાર જગ્યાઓ બહાર પાડશે

નવા વર્ષમાં ગુજરાત સરકારે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને એક ખુશખબર આપી દીધા છે. આજે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ ગુજરાતમાં વર્ગ 3ની ભરતીને લઇને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જી હા…નવયુવાનો તૈયારી શરૂ કરી દેજો અને આગામી 15 દિવસમાં જ વર્ગ-3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડશે.

GSSSB 5 હજાર જગ્યાઓ બહાર પાડશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું છે કે આગામી 15 દિવસમાં 5 હજાર વર્ગ 3ની જગ્યાઓ ભરવા માટે ભરતી પાડવામાં આવશે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે, ઉત્તરાયણ પહેલા 5 હજાર વર્ગ 3ની ભરતીની જાહેરાત કરવાની અમારી તૈયારી છે. 

15 જાન્યુ. પહેલા GSSSB 5 હજાર જગ્યાઓ બહાર પાડશે

  • જુનીયર ક્લાર્ક- 2500
  • સંશોધન અધિકારી- 100
  • સિનિયર ક્લાર્ક- 550
  • સબ રજીસ્ટ્રાર- 100
  • કલેક્ટર કચેરી ક્લાર્ક- 600
  • સમાજ કલ્યાણ નિરીક્ષક-160
  • ઓફિસ આસિસ્ટન્ટ- 200
  • (ATDO)- 60
  • હેડ ક્લાર્ક 150
  • આંકડા મદદનીશ- 90
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી-09
  • નાગરિક પુરવઠા નિગમ આસિસ્ટન્ટ ડેપો મેનેજર- 370

પરીક્ષામાં કરાયો ફેરફાર
તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતીને લઈને કેટલાક ફેરફાર કર્યા છે. હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. 


Leave a Comment

Open
error: Content is protected !!