જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીને મળશે મુસાફરી ભથ્થું રૂ.254 વળતર, જાણો કઇ રીતે કરશો અરજી ?

જુનિયર ક્લાર્ક ના પરીક્ષાર્થી ને મળશે રૂ 254, જાણો કઇ રીતે કરશો અરજી

Junior Clerk  Reimbursement: જુનિયર ક્લાર્ક આવવા જવાના ખર્ચ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ gpssb દ્વારા તા. 9-4-2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા યોજાનારી છે. આ પરીક્ષામા મંડળ દ્વારા ઉમેદવારોના હિતમા એક સરસ નિર્ણ્ય લેવામા આવ્યો છે. જેમા જુનીયર ક્લાર્ક પરીક્ષામા હાજર રહેનાર ઉમેદવારોને આવવા જવાના ખર્ચ પેટે રૂ. 254 ની રકમ બેંકખાતામા જમા કરવામા આવનાર છે. ત્યારે આ રકમ મેળવવા માટે બેંક ડીટેઇલ કેમ એડ કરવી તેની માહિતી જોઇએ.

ઉમેદવારોને રૂ.254 ઉચ્ચક મુસાફરી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. 9.58 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હોવાથી બોર્ડને મુસાફરી ભથ્થા પાછળ અંદાજે 30 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023

ભરતી સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતી પ્રકારજુનિયર ક્લાર્ક
આર્ટીકલપરીક્ષા કોલ લેટર
પરીક્ષા તારીખ9 એપ્રીલ 2023
ઓફીસીયલ વેબસાઇટgpssb.gujarat.gov.in
કોલ લેટર ડાઉનલોડ તારીખ31-3-2023 થી શરૂ
મળવાપાત્ર રીએમ્બર્સરૂ.254
જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ને મળશે મુસાફરી ભથ્થું.

Junior Clerk Reimbursement જુનિયર ક્લાર્ક પરીક્ષા વળતર

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક- ૧૨/૨૧૨૨ જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકથી ૧૩:૩૦ કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. સદર પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેંદ્ર ખાતે જવા-આવવાના ખર્ચ પેટે ઉચ્ચક રૂ. ૨૫૪/- ઉમેદવારના બેંક ખાતામાં ઓનલાઇન આપવાનુ મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023

તા ૦૯-૦૪-૨૦૨૩ ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાજર ઉમેદવારોના ડેટાનું મેળવણું કરી, અંદાજે ૨૦ થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન ઉમેદવારના ખાતામાં ઉપરોકત રકમ જમા આપવાનું આયોજન છે. જેથી ઉપરોક્ત પરીક્ષાના તમામ ઉમેદવારોએ OJAS વેબસાઇટ ઉપરથી પોતાના કોલ-લેટર ડાઉનલોડ કર્યા બાદ OJAS વેબસાઇટ ઉપરથી પોતાના બેંક ખાતાની વિગત અંગેના ઓનલાઇન ફોર્મમાં વિગતો ભરવાની રહેશે. સદર ઓનલાઇન પત્રક ભરતા સમયે ઉમેદવારે નીચે મુજબની સુચનાઓ ધ્યાને લેવાની રહેશે:-


Junior Clerk Reimbursement Application જુનિયર ક્લાર્ક પરીક્ષા વળતર અરજી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ gpssb ની જાહેરાત મુજબ જુનીયર ક્લાર્ક પરીક્ષામા હાજર રહેનાર ઉમેદવારોને Junior Clerk Reimbursement આવવા જવાના ખર્ચ પેટે રૂ.254 મળશે. આ માટે ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ પર પોતાની બેંક ડીટેઇલ એડ કરવાની રહેશે. જેના સ્ટેપ નીચે મુજબ છે.

  • ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરના NOTICE BOARD ઉપર કલીક કરતા Reimbursement application નું ઓનલાઇન ફોર્મ ખુલશે.
  • આ ઓનલાઇન ફોર્મમાં તમામ વિગતો અંગ્રેજીમાં જ કેપીટલ અક્ષરમાં ભરવાની રહેશે.
  • OJAS વેબસાઇટ ઉપર મુકેલ ઓનલાઇન ફોર્મમાં ભરેલ વિગત જ ગ્રાહ્ય રાખવામાં આવશે. કોઇ ફીઝીકલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
  • ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક/ચેકબુકમાં દર્શાવેલ વિગતો મુજબ જ બેંક ખાતાની વિગતો ચોકસાઇથી ભરવાની રહેશે. ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક/ચેકબુક મુજબ જ એકાઉન્ટ નંબર તથા IFS કોડ ભરવાના રહેશે.
  • ઉમેદવારે ઉપરોકત માહિતી પુરતી કાળજી અને ચોકસાઇ તથા સમયમર્યાદામાં ભરવાની રહેશે, જેમાં ભુલ થવાના કારણે અથવા ખોટા બેંક ખાતા નંબર/ખોટા IFSC કોડ લખવા બદલ ઉમેદવાર પોતે જ જવાબદાર રહેશે. પાછળથી આ બાબત અંગેની કોઇપણ રજુઆત મંડળ ધ્વારા ગ્રાહય રાખવામાં આવશે નહિ, જેની નોંધ લેવી.
  • ઉમેદવારો દ્વારા ઉપરોકત ઓનલાઇન વિગતો તા.૩૧-૩-૨૦૨૩ ના રોજ સમય-૧૩-૦૦ કલાકથી તા.૯-૪-૨૦૨૩ ના રોજ સમય-૧૨:૩૦ સુધીમાં ભરેલ ઓનલાઇન ફોર્મ જ ગ્રાહ્ય રાખવામાં આવશે.
  • કોઇ સંજોગોમાં કોઇ ઉમેદવાર પોતાનો કોલ-લેટર ડાઉનલોડ કર્યા બાદ તરત ઉપરોક્ત બેંક ડિટેઇલ્સ ઓનલાઇન ભરી ન શકે, તો કોલ-લેટર ડાઉનલોડ થઇ ગયા બાદ પણ તા. ૯/૪/૨૦૨૩ના રોજ ૧૨:૩૦ કલાક સુધી પોતાની બેંક ડીટેઇલ્સ OJAS વેબસાઈટ ઉપર નિયત ફોર્મમાં ઓનલાઈન ભરી શકાશે.
  • જે ઉમેદવાર તા. ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહી, પરીક્ષા આપશે અને નિયત સમયગાળા દરમ્યાન OJAS વેબસાઇટ ઉપર Reimbursement application માં પોતાની બેંકની વિગતો ભરેલ હશે, તેવા ઉમેદવારોને જ ઉપરોકત રકમ મળવાપાત્ર થશે.

Junior Clerk Reimbursement Important Link

Reimbursement ડીટેઇલ એડ કરવા નોટીફીકેશનઅહિં ક્લીક કરો
Reimbursement ડીટેઇલ એડ કરવાની લીંકઅહિં ક્લીક કરો
હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડઅહિં ક્લીક કરો
જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબરઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ અહિં ક્લીક કરો
Telegram Channelઅહિં ક્લીક કરો

Junior Clerk  Reimbursement પેટે કેટલી રકમ મળશે ?

રૂ.254

Junior Clerk  Reimbursement માટે બેંક ડીટેઇલ કઇ વેબસાઇટ પર એડ કરવાની છે ?

ઓજસ વેબસાઇટ પર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *