બાહેંધરી પત્ર ભરવા માટે 6 દિવસનો સમય મળશે: બાહેંધરી નહી આપનાર પરીક્ષા નહીં આપી શકે
30મી એપ્રિલના બદલે હવે 7મી મેના રોજ યોજાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે આજથી ક્ધફર્મેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારોને 6 દિવસનો સમય આપવામાં આવશે. બાહેંધરી ફોર્મ નહીં ભરનાર ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહી.
રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ વિભાગોમાં પડેલી ખાલી જગ્યાઓ ભરવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉમેદવારો ગેરહાજર રહી છે. સરકાર દ્વારા પરીક્ષાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. દરમિયાન 40 થી 50 ટકા ઉમેદવારો ગેરહાજર રહેતા હોવાના કારણે સમય, શક્તિ અને સંસાધનોનો ખૂબ જ દુરવ્યર્થ થાય છે. જેને ધ્યાનમાં રાખી હવે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં આવુ ન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ક્ધફર્મેશન ફોર્મ ભરાવવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકારનો ઓજસ વેબસાઇટ પર આજથી તલાટી મંત્રીની પરીક્ષા માટે બાહેંધરી ફોર્મ ભરી શકાશે. ઉમેદવારોને છ દિવસનો સમય આપવામાં આવશે. બાહેંધરી નહી આપનારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી.
તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે ક્ન્ફર્મેશન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો